ગણેશ મહોત્સવ દરમ્યાન વાપીમાં દમણગંગા નદી ખાતે 1235 શ્રીજીની પ્રતિમાઓને અશ્રુ ભીની આંખે અપાઇ વિદાય
વાપી :- વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવના અંતિમ દિન એવા અનંત ચૌદશના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ દાદાને અશ્રુ ભીની આંખે વિદાઈ આપી હતી. વાપીમાં દમણગંગા નદી કાંઠે અંતિમ દિવસે 200 પ્રતિમાઓનું નદીના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વખતે કોરોના ગાઈડલાઈન ને ધ્યાને રાખી ઉજવાયેલા ગણેશ ઉત્સવમાં 11 દિવસની સ્થાપના દરમ્યાન કુલ 1235 ગણેશ પ્રતિમાનું દમણગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણપતિ વિસર્જનના અંતિમ દિવસ એવા અનંત ચૌદશના ગણેશ પંડાલો, સોસાયટીઓમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓની વિવિધ સાજશણગાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળી હતી. ગણપતિ બાપા મોરિયા.... પૂંઢચ્યા વર્ષી લવકર્યા......, એક... દો... તિન.. ચાર... ગણપતિનો જય જયકાર..., જેવા ગગનભેદી નારા તેમજ ડીજેના તાલે નિકળેલી શોભાયાત્રા દમણગંગા નદી, કોલક નદીના કિનારે પહોંચી હતી. જ્યાં બાપ્પાની પ્રતિમાઓનું વિસર્જન કરા...