
વાપીમાં આરતી ગ્રુપના 26માં રક્તદાન કેમ્પમાં 633 બોટલ રક્ત એકત્ર કરાયું
વાપી ઔધોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 26 વર્ષથી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે . આ રક્તદાન શિબિરમાં દર વર્ષે ઉદ્યોગોના કર્મચારીઓ રક્તનું દાન કરે છે. જે અંતર્ગત બુધવારે કર્મચારીઓએ 26 માં રકતદાન કેમ્પમાં 633 યુનિટ રક્તનું દાન કરી ત્રણ બ્લડ બેંકની લોહીની ઘટ નિવારી હતી
વાપી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્વ શ્રી રસિકલાલ દેવજી ગાલાના સ્મરણાર્થે 26 માં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ ઉમળકાભેર 633 યુનિટ રક્તનું દાન કર્યું હતું. જે જિલ્લાની મુખ્ય ત્રણ બ્લડ બેન્કને 211 યુનિટ લેખે સરખેભાગે સુપ્રત કરી લોહીની પડતી ઘટને નિવારવાનો મહત્તમ પ્રયાસ કરાયો હતો.
આ કેમ્પ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન , ગુજરાત પોલ્યુશન કંટ્...