Sunday, December 22News That Matters

Tag: Vapi Valsad 3 and 4 magnitude earthquake shakes Gujarat-Maharashtra-DNH border

ગુજરાત-મહારાષ્ટ્ર-DNHની સરહદે 3.7 અને 3.3 રિકટર સ્કેલના ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ

ગુજરાત-મહારાષ્ટ્ર-DNHની સરહદે 3.7 અને 3.3 રિકટર સ્કેલના ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ

Gujarat, National
ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીની સરહદ પર પાલઘર જિલ્લામાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બુધવારે સાંજે 3:43 મિનિટે પાલઘર અને વલસાડ જિલ્લાની સરહદ પર વાપીથી 42 કિલોમીટરના અંતરે આવેલ દાદરા નગર હવેલીના લુહારી ગામ નજીક  3.7 રિકટર સ્કેલનો અને તે બાદ ફરી 3:57 કલાકે વાપીથી 33 કિલોમીટર દૂર વલસાડ-મહારાષ્ટ્રના પાલઘરની સરહદે આવેલ ઝરી-પાટીલપાડા  ગામની નજીક 3.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તાપમાનનો પારો ગગળતા ઠંડીનું જોર પણ વધ્યું છે. ત્યારે ધરતીમાં પણ સળવળાટ શરૂ થયો છે. બુધવારે ઠંડી-વરસાદી વાતાવરણ વચ્ચે પાલઘર જિલ્લામાં ઉપરા ઉપરી 2 ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ...