GPCB-પોલીસમાં ઓળખાણ છે. આ જગ્યામાં કેમીકલનો વેસ્ટ ખાલી કરું છું, મને કોઈ રોકી શકે તેમ નથી:-કરવડમાં ભંગારીયાની દાદાગીરી
વાપી નજીક કરવડ ગામે એક જમીન માલિકને તેની જમીન નજીક કેમિકલ વેસ્ટ ખાલી કરતાં ભંગારીયાએ GPCPB પોલીસમાં મોટી ઓળખાણ હોય આ જગ્યામાં કેમીકલનો વેસ્ટ ખાલી કરું છું, મને કોઈ રોકી શકે તેમ નથી તારું બાંધકામ તોડી પાડીશ તેવું કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા જમીન માલિકે ડુંગરા પોલીસ મથકમાં અને GPCB માં ફરિયાદ નોંધાવી છે.
વલસાડ જિલ્લાના વાપી GIDC ની અનેક કેમિકલ ફેક્ટરીઓમાંથી કેમીકલ વેસ્ટ લાવી તે વેસ્ટ કરવડ-ડુંગરા જેવા વિસ્તારોમાં તો ક્યારેક છેક કપરાડા ના અંતરિયાળ વિસ્તારમાં ઠાલવી જમીન, પાણી અને હવાને પ્રદુષિત કરનારા ભંગારીયાઓની કેટલી દાદાગીરી છે તેનો એક કિસ્સો વાપી નજીક કરવડ ગામે નોંધાયો છે. કરવડ ગામે આદર્શ નગરમાં પારડીના નાસીરખાન પઠાણે સર્વે નંબર 297 પૈકી 2 માં પાડવામાં આવેલ બીનખેતીના પ્લોટો પૈકી પ્લોટ 16 નાં કુલ ક્ષેત્રફળ 470 ચો.મી પૂર્વ દિશા તરફથી 250.92 ચો.મી.ની જમીન રજીસ્ટર વેચ...