વાપી GIDC માં આવેલ સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીમાંથી ગેસ લીકેજ થવા મામલે GPCB એ વડી કચેરીમાં રિપોર્ટ સુપ્રત કર્યો
વાપી GIDCમાં 4th ફેઈઝ વિસ્તારમાં બીલખાડી એરિયા, રામજી પેપર મિલની બાજુમાં આવેલ પ્લોટ નંબર 6306માં કાર્યરત સ્વપ્નિલ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી શનિવારે રાત્રે 00:30 વાગ્યા આસપાસ ગેસ લીક હતો. જેને કારણે નજીકમાં આવેલ ગુજરાત પોલીબોન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા દિલીપ હળપતિ, મુકેશ બસ્તા સહિત 3 કામદારોને ઝેરી ગેસની અસર થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે GPCB દ્વારા સોમવારે સ્વપ્નિલ કંપનીમાં તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ને સુપ્રત કર્યો છે.
સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીમાંથી થયેલ ગેસ લિકમાં ગુજરાત પોલીબોન્ડના 3 કામદારોને ગેસની અસર થઈ હતી. જેમાં મુકેશ બસ્તા અને દિલીપ હળપતિને ખાનગી હોસ્પિટલના ICU માં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતાં. ઘટના અંગે તેઓએ જણાવ્યું હતું કે કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ પર આવ્યા હતા...