વાપી GIDC માં આવેલ સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીમાંથી ગેસ લીકેજ થતા ગુજરાત પોલીબોન્ડના 2 કામદારોને હોસ્પિટલ ખસેડાયા
વાપી GIDC 4th ફેઈઝમાં આવેલ કંપનીમાંથી રાત્રે ગેસ લીકેજ થતા નજીકની કંપનીમાં ત્રીજા માળે કામ કરતા 3 કામદારોને ઝેરી ગેસની અસર થઈ હતી. જેમાં 2 કામદારોને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ગેસની અસરમાં ગૂંગળાયેલ કામદારોએ ફરિયાદ કરી હતી કે આ કંપની સંચાલકો અવારનવાર રાત્રે ગેસ છોડી આસપાસના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.
વાપી GIDCમાં 4th ફેઈઝ વિસ્તારમાં બીલખાડી એરિયા, રામજી પેપર મિલની બાજુમાં આવેલ ગુજરાત પોલીબોન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શુક્રવારે રાત્રે નાઈટ શિફ્ટમાં કામ કરતા દિલીપ હળપતિ, મુકેશ બસ્તા સહિત 3 કામદારોને ઝેરી ગેસની અસર થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
ગેસ લિકેજનો ભોગ બનનાર કર્મચારીઓ
ખાનગી હોસ્પિટલના ICU માં સારવાર લઈ રહેલા મુકેશ બસ્તા અને દિલીપ હળપતિએ આ અંગે વિગતો આપી હતી કે શુક્રવા...