વાપીની સેન્ટ મેરી સ્કૂલના જય શ્રી રામ વિવાદનો સુખદ અંત આવ્યા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DYSP એ કરી અપીલ
વાપીના ચણોદ માં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામ ના નારા લગાવ્યા બાદ માફીપત્ર લખાવવાના અને તે બાદ હિન્દૂ સંગઠનો, વાલીઓના વિરોધમાં શાળા સંચાલકોએ માફી માંગી છંછેડેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે. આ ઘટના દરમ્યાન પોલીસે પણ સાવચેતી રાખી હોય આગામી દિવસોમાં પણ શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ ગ્રામ્ય DYSP વી. એન. પટેલે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે.
વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચણોદ કોલોનીમાં આવેલ સેન્ટ મેરી સ્કુલ કમ્પાઉન્ડમાં 11મી માર્ચે ધોરણ -9 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા ”જય શ્રીરામ” ના નારા લગાવ્યા હતાં. જેથી શાળાના શિસ્ત કમીટીના હેડ કલ્પેશ ભગતે વિદ્યાર્થીઓને ઓફીસમાં બોલાવી માફીપત્રક લખાવ્યું હતું. જે સબંધે વિદ્યાર્થીઓના વાલીને જાણ કરતા તેમજ સોશીયલ મીડીયામાં બનાવ વાયરલ થયો હતો. બન્ને વિદ્યાર્થીઓના વાલી તથા વ...