
દમણના અધિકારીઓની આડોડાઈમાં 5 લાખનું નુકસાન વેઠી 40 લોકોને ભૂખે મરવાની નોબત આવી
મહારાષ્ટ્રના અમલિયારથી સંઘપ્રદેશ દમણના કચિગામ ખાતે આનંદ મેળામાં કમાણી કરવા આવેલા 40 લોકોને 5 લાખનું નુકસાન થયું છે. દમણ કલેકટરે મેળામાં રાઈડ ચાલુ કરવાની પરમિશન આપ્યા બાદ સ્થાનિક અન્ય અધિકારીઓએ મંજૂરી નહિ આપતા 40 લોકો પાસે ખાવાના પૈસા પણ ખૂટી ગયા હોય ભૂખે મરવાની નોબત આવી છે.
દમણના કચિગામ ફ્લિઆ માર્કેટમાં વાપીના ડુંગરાના પરાગસિંગ પુલસિંગ રઘુવંશીને એમ્યુઝમેન્ટ, આનંદ મેળા ના આયોજનની દમણ કલેકટર તપસ્યા રાઘવે પરમિશન આપી છે. અહીં 27મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીની પરમિશન આપવામાં આવી છે. આ આનંદ મેળામાં કમાણી કરવા મહારાષ્ટ્રના એહમદ ખાન અને તેનો પરિવાર અલગ અલગ રાઈડ જેવી કે ચકડોળ, ટોરાટોરા, બ્રેક ડાન્સ, હોડી, ડ્રેગનરાઈડ, કટરપિલર વગેરેનો સમાન ભરી કચિગામ આવી તમામ રાઈડને ઉભી કરી દીધી છે. પરંતુ દમણ ના ડેપ્યુટી કલેકટર અને મામલતદારે સ્થળ પર આવી કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના જ તેને બંધ કરાવી દી...