ઉધારમાં ગુટકા લેવા જવાની ના પાડતા મજુરે મંગેતર ને ઉતારી દીધી મોત ને ઘાટ, પુરાવાના નાશમાં કોન્ટ્રાકટર સહિત ત્રણની ધરપકડ
વલસાડ જિલ્લાના વલવાડા ગામે મજૂરી કરવા આવેલા એક મજુરે તેની જ મંગેતરનું ગળું દબાવી હત્યા કરી નાખી છે. આરોપીએ તેની મંગેતર ને ગુટખા લેવા જવાનું કહ્યા બાદ યુવતીએ ના પાડતા તેની હત્યા કરી લાશને ઝાડની ડાળ સાથે લટકાવી દીધી હતી. પોલીસે હત્યારા આરોપી સહિત ત્રણની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વલવાડા ગામે મજૂરી કરવા આવેલી યુવતીના શંકાસ્પદ મૃતદેહની તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાની અને તે હત્યા યુવતીના જ મંગેતરે ગુટખા લેવા જવાની સામાન્ય બાબતે કરી હોવાની વિગતો સાથે ભિલાડ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે.
જે અંગે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં એ વિગતો આપી હતી કે ગત 6ઠ્ઠી માર્ચે નિતા નામની મજૂર યુવતીનો મૃતદેહ ભિલાડ સરકારી હોસ્પિટલમાં આવ્યો હતો. જે શંકાસ્પદ જણાતા તેનું ફોરેન્સિક PM કરવામાં આવ્યું હતું. જેમાં તેની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવત...