જય શ્રી રામ સંબોધન પર માફીનામું લખાવનાર વાપી ચણોદની સેન્ટ મેરી સ્કૂલના સંચાલકોએ લેખિત માફી માંગી વિવાદનો અંત આણ્યો
વાપી ચણોદ કોલોનીમાં માં shri dinesh devshi mandhu કેમ્પસ માં આવેલ સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલતા સ્કૂલના ડિસીપ્લીન કમિટી હેડ કલ્પેશ ભગત દ્વારા માફીનામું લખાવ્યું હતું. જે અંગે વિદ્યાર્થીઓના વાલીઓ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમે સ્કૂલે જઇ હોબાળો કર્યો હતો. આ વિવાદ વકરતા આખરે ડિસીપ્લીન હેડએ સ્કૂલના લેટર હેડ ઉપર વાલીઓ પાસેથી માફી માંગી વિવાદનો અંત લાવ્યા છે.
જય શ્રી રામ સંબોધવાથી માફીનામુ લખાવી લેવાની જાણ વાલીઓએ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપપ્રમુખ નરેંદ્ર પાયકને કરતા બજરંગ દળ અને તેમની ટીમ સેન્ટ મેરી સ્કૂલમાં પહોંચી હતી અને સ્કૂલની કઇ ચોપડીમાં જય શ્રી રામ બોલવા ઉપર પ્રતિબંધ છે કહી હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ વિવાદને મીડિયાએ ચગાવ્યો હતો. અન્ય કેટલાય હિન્દૂ સંગઠનોએ પણ આ મામલે પોતાનો આક્રોશ...