વાપી GIDC માં આવેલ સુપર ડિલક્ષ પેપરમિલમાં આગ લાગતા અફરાતફરી
બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ વાપી GIDCની એક કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ વાપી GIDC ના 40 શેડ એરિયામાં આવેલ સુપર ડિલક્ષ પેપરમિલમાં લાગી હતી. જેને બુઝાવવા આવેલા ફાયરના જવાનોએ દોઢેક કલાકની મહેનત બાદ કાબુમાં લીધી હતી. પેપરમિલમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. જ્યારે સાવચેતી માટે પોલીસે પણ તે વિસ્તારને કોર્ડન કરવો પડ્યો હતો.
વાપી GIDC ના 40 શેડ એરિયામાં આમોલી ઓર્ગેનિક્સ કંપનીની બાજુમાં પ્લોટ નંબર 322/5, 6A, 6B માં ક્રાફટ પેપર પ્રોડકટ બનાવતી સુપર ડિલક્ષ પેપરમિલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને આસપાસના વિસ્તારમાં અન્ય કંપનીઓમાં કામ કરતા અને પાળી પુરી થતા ઘરે જવા નીકળેલા તેમજ બીજી શિફ્ટમાં આવેલા કામદારોમાં અફરાતફરી મચી હતી.
પેપરમિલમાં અચાનક જ વેસ્ટ પેપરના ગોડાઉનમાં ...