પીસલીલી બાદ રીન્યુ સ્પા માં રેઇડ, મુંબઈની યુવતી, સંચાલક, ગ્રાહક સામે કાર્યવાહી
વાપી :- ગુરુવારે વાપીમાં ચલા રોડ પર પંચરત્ન બિલ્ડીંગમાં આવેલ રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂન ખુલ્લું રાખતા વાપી ટાઉન પોલીસે સ્પા માં રેઇડ કરી હતી. જેમાં સલૂનમાં કામ કરતી મુંબઈની યુવતી, એક ગ્રાહક અને 1 સંચાલક મળી કુલ 3 લોકો સામે કલમ 188 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ પોલીસે પીસલીલી સ્પા માં રેઇડ કરી 2 ગ્રાહક, 4 યુવતી અને સ્પા ના મેનેજર સામે કાર્યવાહી કરી હતી.
વાપી ટાઉન પોલીસે બુધવારે ચલામાં પીસલીલી સ્પા નામના સલૂનમાં રેઇડ કરી IPC કલમ 188 હેઠળ 19 થી 27 વર્ષની 4 યુવતી, સલૂનના મેનેજર અને 3 ગ્રાહકોની સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગુરુવારે ફરી એજ વિસ્તારમાં આવેલ પંચરત્ન બિલ્ડીંગમાં ચાલતા રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂનમાં રેઇડ કરી હતી
રીન્યુ સ્પા સલૂનમાંથી પણ પોલીસે સલૂનમાં નોકરી કરતી મુંબઈની એક 27 વર્ષની યુવતી, સ્પાના સંચાલક એવા આતિષ બાલુ સેલાર અને...