Sunday, December 22News That Matters

Tag: Valsad vapi police nabbed the killer’s son-in-law based on the tradition of serving sweets

મીઠાઈ પીરસવાની પરંપરાએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ, જમાઈ જ નીકળ્યો હત્યારો

મીઠાઈ પીરસવાની પરંપરાએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ, જમાઈ જ નીકળ્યો હત્યારો

Gujarat, National
વાપી :- વાપીના ગીતાનગર વિસ્તારમાં આવેલ સરવૈયા નગરની D બિલ્ડીંગમાં 23મી જુલાઈએ ધોળે દિવસે 65 વર્ષીય અમીના ખાતુંન નામની મુસ્લિમ વૃદ્ધાને તેના જ ઘરમાં મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઈ ગયો હતો. આ હત્યાનો ભેદ વલસાડ પોલીસે 3 જ દિવસમાં ઉકેલી નાખી હત્યારાને દબોચી લીધો છે. હત્યારો તેમના જ પુત્રની દીકરીનો પતિ એટલે કે જમાઈ છે. હત્યારા મોહંમદ અનિશે મહિલાને મોતને ઘાટ ઉતારી ઘરમાંથી 4.33 લાખની લૂંટ કરી હતી.     શુક્રવારે 23મી જુલાઈએ વાપીના સરવૈયા નગરના D બિલ્ડીંગમાં આવેલ ફ્લેટના કિચનમાં 65 વર્ષીય વૃદ્ધા અમીના ખાતુંન મોહંમદ રઝાનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાના 3જા દિવસે જ વલસાડ જિલ્લા પોલીસે હત્યા અને લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે આ હત્યા મૃતક અમીના ખાતુંનની પૌત્રી ના પતિ અને જમાઈ એવ...