દમણ-સંજાણમાં ખુલી ગઈ શ્રાવણીયા જુગારની ક્લબ, જાણો, અઠંગ જુગારી બનાવતું જુગાર પાછળનું મેડિકલ સાયન્સ
વાપી :- પીને વાલોં કો પીને કા બહાના ચાહીયે...તેમ શ્રાવણ માસમાં જુગારીયાઓને જુગાર રમવાડવા માટે દમણ અને વલસાડ જિલ્લાના સંજાણમાં જુગારની ક્લબ ધમધમતી થઈ ચૂકી છે....પણ..સાવધાન...શોખ ખાતર રમાતો જુગાર તમને અઠંગ જુગારી બનાવી શકે છે. આ કહેવું છે માનસિક હોસ્પિટલના નિષ્ણાંતોનું
શ્રાવણ આવે કે લોકો જુગાર રમવાનું શરુ કરી દે છે. પરંતુ, નિર્દોષતા કે મોજમસ્તી ખાતર રમાતો જુગાર તમને વિચિત્ર બીમારીનો ભોગ બનાવી શકે છે. એવી બીમારી કે જે તમને અને તમારા પરિવારને બરબાદ કરી શકે છે. કેમ કે હવે કેટલાક નસેડીઓએ અને જુગારીયાઓ જુગારની ક્લબ જ ખોલી મોટાપાયે જુગાર રમાંડવાનો ધંધો શરૂ કરી દીધો છે. હાલ શ્રાવણ માસ શરૂ થતાં જ દમણમાં અને સંજાણમાં જુગારની ક્લબ શરૂ થઈ ચૂકી છે. દમણમાં ડાભેલ, દેવકા, પાતલીયામાં અનેક હોટેલો એ માટે બુક કરવામાં આવી છે. અને મોટું સેક્શન દમણ પોલીસ, સ્થાનિક પત્રકારો, રાજકીય નેતાઓએ નક્કી કરી નાખ્યું છ...