ભાજપના બુદ્ધિના બારદાનોએ બલિઠા બ્રિજની ડિઝાઇન બદલાવી ગામનો વિકાસ રૂંધ્યો!
સતત વિકસતા વાપી શહેર અને નજીકના બલિઠા, સલવાવ, મોરાઈ, મોહનગામ, વલવાડા ઉદવાડા જેવા ગામોના ટ્રાફિકને ધ્યાને રાખી કેટલાક વર્ષો પહેલા કેન્દ્ર સરકારે રેલવે મંત્રાલય સાથે સંકલન સાધી ઇસ્ટ-વેસ્ટને જોડવા રેલવે ઓવર બ્રિજ મંજુર કર્યા છે. જો કે આ મહત્વના પ્રોજેકટમાં પહેલા કોંગ્રેસના નેતાઓ નડતર રૂપ હતા જે બાદ ભાજપના જ નેતાઓ આડખીલી રુપ બનતા બ્રિજ કામગીરી ઘોંચ માં પડી છે. હવે રહી રહીને આ જ બુદ્ધિના બરદાનોને બ્રહ્મજ્ઞાન મળ્યું હોય તેમ PWD ના અધિકારી પર ભાજપના નેતાઓ પાસેથી દબાણ કરાવી બ્રિજ નિર્માણ કામગીરી વહેલી પૂર્ણ કરવા ભલામણ કરાવી રહ્યા છે.
વાપી નજીક બલિઠા ખાતે પસાર થતી રેલવે લાઇન પર કેન્દ્ર સરકારે ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે. 60 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેકટ અંતર્ગત નિર્માણ પામનાર બ્રિજ દમણ જતા તમામ પ્રકારના વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બને, વાપીમાં આવાગમનના ટ્રાફિક પર નિયંત્રણ આવે,...