ભાજપ જ ગાંધીજીના હત્યારા નો વિષય આપી સસ્પેન્ડ કરવાના ખેલ કરે છે:- દિનેશ પટેલ-કોંગ્રેસ
વાપી પાલિકામાં વોડ નંબર 5માં નગરસેવકે ખોલેલા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવેલા કોંગ્રેસના વલસાડ જિલ્લા પ્રદેશ પ્રમુખ દિનેશ પટેલે હાલમાં જ વલસાડમાં વકતૃત્વ સ્પર્ધામાં ગોડસે પર વકતૃત્વ આપનાર વિદ્યાર્થીને પ્રથમ નંબર આપી વિવાદ ઉભો કર્યા બાદ એક અધિકારીને સસ્પેન્ડ કર્યા હોવાની ઘટનાને વખોડી હતી. દિનેશ પટેલે ભાજપ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે ભાજપ જ આવી સ્પર્ધાઓ માં ગાંધીજીના હત્યારાનો વિષય આપ હવે અધિકારીઓને સસ્પેન્ડ કરવાના ખેલ ખેલી રહ્યું છે.
ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં 'મારો આદર્શ નાથુરામ ગોડસે' વિષય બાદ સર્જાયેલા વિવાદ મુદ્દે ભાજપને ઘેરી હતી, તેમણે જણાવ્યું હતું કે આ વકૃત્વ સ્પર્ધામાં મને તો આકાશમાં ઊડતું પક્ષી જ ગમે, વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં અને ત્રીજો વિષય માર...