આ મંદિરના મહારાજ પાસે છે ભગવાન શિવનું ત્રીજું નેત્ર(ત્રીનેત્ર)
વલસાડ જિલ્લાના ભિલાડ ગામમાં આવેલ ઇન્ડિયાપાડા ફળિયામાં ત્રીનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરના પૂજારી ગજાનંદ મહારાજે દાવો કર્યો છે કે તેમની પાસે ભગવાન શિવનું ત્રીજું નેત્ર છે. જે તેમને 35 વર્ષ પહેલાં સાધુરૂપે આવેલા ભગવાન શિવે આપ્યું છે. આજના આધુનિક યુગમાં જો કે આ વાત ગળે ઉતરવી મુશ્કેલ છે. પરંતુ, ગજું મહારાજે આ ત્રીનેત્ર માટે વૈજ્ઞાનિકોને લેબોરેટરી ટેસ્ટ કરવાની ચેલેન્જ આપી છે.
ભિલાડના ઇન્ડિયા પાડા ફળિયું કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની સરહદ પર આવેલું છે. અહીં હાલ એક સુંદર ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ મંદિર ગજું મહારાજનું છે. આવનારા દિવસોમાં તે અહીં 9 કરોડના ખર્ચે 51 શક્તિપીઠનું નિર્માણ કરવાના છે.
તેમની પાસે રહેલા કાળા પથ્થરના એક ટુકડાએ તેમનું જીવન બદલ્યું છે. અને તેની અપાર શક્તિથી તે રોગીઓના રોગ મટાડે છે. નિઃસંતાન દંપતિઓને સંતા...