રોલ્લા પાડવા ABVP ના કાર્યકરોએ વાપીની KBS કોલેજમાં વિદ્યાર્થીઓની પરીક્ષામાં ખલેલ પહોંચાડી ગેરવર્તન કર્યું! વિદ્યાર્થીઓમાં રોષ
વાપીમાં આવેલ KBS કોલેજમાં ફી વધારાના મામલે પુરી જાણકારી મેળવ્યા વિના જ માત્ર દેખાડો કરી હીરો બનવા આવેલા ABVP ના કાર્યકરો સામે કોલેજના વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. આ મામલે પોલીસ તંત્ર તેમજ શિક્ષણ વિભાગ યોગ્ય તપાસ કરી કોલેજને બદનામ કરનાર ABVP ના કાર્યકરો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
વાપીની KBS કોલેજમાં યુનિવર્સિટી લેવલની ચાલતી પરીક્ષા દરમ્યાન ABVP ના કાર્યકરોએ આવેદનપત્ર આપવાના બહાને પ્રવેશ મેળવ્યો હતો. ABVB ના કાર્યકરોએ કોલેજની ગરીમાં જાળવવાને બદલે ફી વધારા બાબતે વિદ્યાર્થીઓને ઉશ્કેરતી ભાષણ બાજી કરી હતી. ફેકલ્ટી મેમ્બર સાથે ખરાબ વર્તન કરી પરીક્ષામાં ખલેલ પહોંચાડી હતી. ઉપરાંત તેનો વીડિઓ બનાવી સોશ્યલ મીડિયામાં સ્ટેટ્સ પર મૂકી હીરો બનેલા ABVP ના કેવિન પટેલ, કેયુર સોલંકી સહિતના કાર્યકરો સામે કોલેજને બદનામ કરવા મામલે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ભભૂકી છે.
...