
સરીગામ GIDCમાં મદુરા, વેસ્ટર્ન અને JBF કંપનીઓના પાપે વરસાદમાં ભરાયા કમર સુધી પાણી, એક કિલોમીટર સુધી કાર તણાઈ, 15ને રેસ્ક્યુ કર્યા
સરીગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રવિવારે સવારે 6 થી 10 વાગ્યા દરમ્યાન વરસેલા જોરદાર વરસાદમાં સરીગામ GIDC માં મદુરા અને વેસ્ટર્ન કંપનીના વળાંકમાં તેમજ JBF કંપની નજીક પાણીમાં તણાયેલ બાઇક-કાર સહિત 15 લોકોને ફાયરે રેસ્ક્યુ કર્યા હતાં. જ્યારે એક કાર પાણીમાં 1 કિલોમીટર સુધી તણાઈ હતી. જ્યાંથી ફાયરના જવાનોએ તેને બહાર કાઢી હતી. વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ભારે વરસાદે સમગ્ર વિસ્તારને કમરસમાં પાણીમાં ગરકાવ કરી દીધો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રવિવારે મેઘરાજાએ પોતાના રૌદ્ર સ્વરૂપનો પરચો બતાવ્યો હતો. માત્ર 4 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી ભરાયા હતાં. એવામાં સરીગામ GIDC વિસ્તારમાં વરસાદી પાણીના વહેણ પર ઉભી કરેલી ઇમારતો અને ઔદ્યોગિક એકમોને કારણે કમર સુધીના પાણી ભરાયા હતાં. સરીગામ GIDC માં વેસ્ટર્ન કંપની અને મદુરા કંપની નજીકના વળાંકમાં અ...