મોબાઈલ પર મિત્રતા કેળવી નરાધમે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, માતાપિતાએ મોબાઈલમાં પેરેન્ટ્સ કન્ટ્રોલથી નજર રાખવી જરૂરી
વલસાડ :- હાલ લોકો જ્ઞાન મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મોબાઈલ અનેક રીતે ઉપયોગી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલ પર જ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઉમરગામ તાલુકાના સંજાણમાં 14 વર્ષની સગીરા સાથે સોશ્યલ મીડિયાના સ્નેપચેટ પ્લેટફોર્મના માધ્યમથી મિત્રતા કેળવી એક 21 વર્ષીય મુસ્લિમ યુવકે સગીરાને ઘરે બોલાવી બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉમરગામ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરવયના બાળકો માટે સોશ્યલ મીડિયા કેટલું ઘાતક છે. તેનો વધુ એક કિસ્સો વલસાડ જિલ્લાના સંજાણ ખાતે બન્યો છે. અહીં 14 વર્ષની સગીરા સાથે સોશ્યલ મીડિયાના સ્નેપચેટ પ્લેટફોર્મના માધ્યમથી મિત્રતા કેળવી એક 21 વર્ષીય મુસ્લિમ યુવકે સગીરાને ઘરે બોલાવી બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ ઉમરગામ ...