વાપીના પ્રમુખ ગ્રીનમાં 18 દિવસથી IPL પર સટ્ટો રમાડતા 6 સટોડીયાઓને 41.87 લાખના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે દબોચી લીધા
વાપી ટાઉન પોલીસ વિસ્તારના ચલા પ્રમુખ ગ્રીનના 10માં માળે ફ્લેટમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 6 સટોડીયાઓને પોલીસે દબોચી લીધા છે. સટોડીયાઓ પાસેથી પોલીસે કાર, મોબાઈલ, લેપટોપ સહિત કુલ 41,87,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ સટોડીયાઓમાં તમામ મૂળ મુંબઈના વતની છે. અને વાપીના પોશ ગણાતા પ્રમુખ ગ્રીન બિલ્ડીંગમાં ફ્લેટ ખરીદી 18 દિવસથી સટ્ટા બેટિંગનો કારભાર ચલાવતા હતાં.
આ અંગે વાપી ટાઉન પોલીસે આપેલ વિગતો મુજબ ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયા તથા PSI એચ. પી. ગામીતને બાતમી મળી હતી કે ચલામાં આવેલ પ્રમુખ ગ્રીનમાં કેટલાક સટોડીયાઓ IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડે છે. આ બાતમી આધારે પોલીસે 30મી સપ્ટેમ્બરના રાત્રે પ્રમુખ ગ્રીનમાં B-1 ટાવરના 10માં માળે ફ્લેટ નંબર 1002માં રેઇડ કરી હતી.
પોલીસની રેઇડ દરમ્યાન સટોડીયાઓ સનરાઈઝ હૈદરાબાદ વર્સીસ ચેન્નાઇ સુપરકિ...