31st ડિસેમ્બરે પીધ્ધડો પર વલસાડ પોલીસ બોલાવશે તવાઈ, દક્ષિણ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો
દેશભરમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ લાવવામાં પોલીસને સફળતા મળી છે. તેમજ આગામી 31st ને ધ્યાને રાખી વલસાડ જિલ્લાની સરહદે નાકાબંધી કરી પીધેલાઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાશે તેવું વાપીની મુલાકાતે આવેલા સુરત રેન્જ IG રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું.
સુરત રૂરલ સહિત દક્ષિણ ગુજરાતના રેન્જ IG રાજકુમાર પાંડિયન શુક્રવારે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં. જેમાં IG પાંડિયને સૌ પ્રથમ વલસાડ ખાતે પોલીસ જવાનોની પરેડ નિહાળી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી જિલ્લાના વાપી સહિતના પોલીસ મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન વાપી ટાઉન ખાતે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત રેન્જમાં આવતા 4 જિલ્લાની પોલીસે ઐતિહાસિક સફળતા મેળવી છે. વર્ષ 2016 બાદ વર્ષ 2021મા...