ગૌરક્ષક અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા પર ગાય ભરેલ ટેમ્પો ચડાવી મોત નિપજાવવાના મામલામાં વલસાડ પોલીસે 10 ગૌતસ્કરોને દબોચી લીધા
વલસાડ જિલ્લાએ એક બાહોશ અને નીડર ગૌરક્ષકને ખોયો છે..........
જીવના જોખમે પશુઓને પકડ્યા બાદ પાંજરાપોળમાં તેની માવજત થાય છે કે પછી ગુપચુપ કતલખાને મોકલી દેતા કસાઈઓને હાથે બેમોત મરે છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરવી જરૂરી છે.......
અપરાધીઓને પકડવા જે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરે છે તેવો ઉપયોગ આ દિશામાં પણ જરૂરી કેમ કે ભૂતકાળમાં ગૌમાંસ પકડતા, અબોલ પશુઓ પકડતા કેટલાક ગૌરક્ષકો જ ગૌભક્ષકોના રૂપમાં સામે આવ્યાં છે.........
17મી જૂને વલસાડ પંથકના ધરમપુરથી વલસાડ અને વલસાડથી નવસારી તરફના હાઇવે નમ્બર 48 પર ફિલ્મની કથાને પણ ટક્કર મારે તેવા સંજોગો બન્યા હતાં. આ સંજોગો મૂળ એક ટેમ્પોમાં 10 ગાય એક બળદ ભરી ભાગેલા ગૌતસ્કરોને ઝડપી પાડવા માટે ઉભા થયા હતાં. જેમાં રીઢા ગૌતસ્કર અને ટેમ્પો ચાલકને પકડવા ગૌરક્ષક હાર્દિક કંસારાએ ટ્રાફિક રોકી પોતાની XUV કાર હાઇવે પર આડી ઉતારી રોકવાનો ...