હવે નહિ સર્જાય ઓક્સિજનની તંગી, વાપીના પ્રેમલ પટેલે બનાવ્યા PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ
વાપી :- દેશમાં કોરોના મહામારી દરમ્યાન મેડિકલ ઓક્સિજનની તંગીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હવે દેશમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ સારી ક્વોલિટીના PSA બેઝ ઓક્સિજન પ્લાન્ટની ટેકનોલોજી વિકસી છે. વાપીના યુવાન પ્રેમલ પટેલે હાલ આ ટેકનોલોજી આધારે એવા પ્લાન્ટ તૈયાર કર્યા છે. જેની ખૂબ જ ડિમાન્ડ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારે તેમજ કેટલીક પ્રાઇવેટ સેકટરની હોસ્પિટલોએ આ પ્લાન્ટ માટે 100 થી વધુ ઓર્ડર આપતા વાપીના યુવાને દેશભરમાં વાપીનું નામ રોશન કર્યું છે.
કેલીટેક બાયોટેક્નોલોજિસ કંપનીના પ્રેમલ પટેલે કોરોના કાળમાં ઓક્સિજની તંગીને જોયા બાદ આ ક્ષેત્રે રિસર્ચ કરી સરકારની મદદથી આ ટેકનોલોજી વિકસાવી છે. જેના કારણે હવે CHC, PHC અને તમામ નાનીમોટી હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજનની ઘટ નિવારી દર્દીઓના જીવ બચાવી શકીશું. મેડિકલ ક્ષેત્રે કાર્યરત કેલીટેક બાયોટેક્નોલોજિસના મેનેજીંગ ડિરેકટર પ્...