દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રવાસનને રૂંધી પોર્ટ નિર્માણ, તીર્થસ્થાનના વિકાસને બદલે જંગલ ઉજાડી નંદનવનનું તરકટ
વલસાડ જિલ્લામાં રૂપાણી સરકાર નારગોલ બંદરને માછીમારી માટે વિકસાવવાને બદલે કે પ્રવાસન સ્થળ તરીકે ગુજરાતમાં નામના અપાવવાને બદલે પોર્ટ તરીકે વિકસાવવાની જાહેરાત કરે છે. કલગામ હનુમાન મંદિર, કાળ ભૈરવ મંદિર આસપાસ શ્રધ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી તીર્થસ્થાન તરીકે વિકસાવવાને બદલે નજીકમાં જ વન વિસ્તારમાં વન ઉજાડી પ્રવાસન માટે કરોડોના ખર્ચે વન ઉભુ કર્યું છે. વર્ષોથી સ્થાનિક લોકોને રોજગારીની અપાવવાની વાતો કરતી સરકાર હકીકતમાં 2400 લોકોને પોર્ટમાં નોકરી અપાવવાના નામે 25000 લોકોની રોજગારી, દરિયાઈ જીવસૃષ્ટિનું, મેનગ્રોવ્ઝનું નખ્ખોદ વાળતા નિર્ણયો લઈ રહી છે.
ભારત સરકાર દ્વારા CRZ-2011ના નોટીફિકેશન મુજબ કાંઠા વિસ્તારમાં CRZ નો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગ્રામ પંચાયત, નગરપાલિકા સહિતના કાંઠા વિસ્તારને CRZ 1A, 1B, 2, 3, 4 મુજબ ઝોન નક્કી કરાયા છે. એવો જ ઝોન નારગોલ આસપાસના વિસ્તારમાં છે. પર...