વાપી GIDC ના પ્રદુષણ મામલે કોંગ્રેસ GPCB માં રજુઆત કરી ઉગ્ર આંદોલન કરશે!
વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC ના એકમો દ્વારા પ્રદુષણ ફેલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાના મામલે કોંગ્રેસ GPCB માં રજુઆત કરી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી વલસાડ કોંગ્રેસે વાપીમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં આપી છે.
વાપી GIDC માં આવેલ એકમો દ્વારા ઝેરી ગેસ છોડી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનો આક્ષેપ વલસાડ કોંગ્રેસે કર્યો છે. આ અંગે વલસાડ કોંગ્રેસ પ્રમુખ અને વાપી શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, દર વર્ષે વાપીમાં શિયાળા ની ઋતુમાં પ્રદુષણ વધે છે. લોકોને શ્વાસ લેવામાં અનેક તકલીફો ઉભી થતી આવી છે. એ ઉપરાંત અસહ્ય દુર્ગંધ નો ત્રાસ વેઠવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે આવા એકમો સામે GPCB કાર્યવાહી કરે તે માટે રજુઆત કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
શહેર પ્રમુખ નિમેષ વશીએ અને જિલ્લા પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં આ અંગે પ્રદુષણન...