વલસાડ-વાપીના સિનેમાં ગૃહમાં જય શ્રી રામના નારા સાથે ભુદેવોએ નિહાળી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ
કાશ્મીરના પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. વાપી અને વલસાડના સિનેમા ગૃહમાં આ ફિલ્મ રજુ થતાં વલસાડ જિલ્લાના ભુદેવો તેને જોવા ઉમટી પડયા હતાં.
વલસાડ-વાપીના સિનેમા ગૃહમાં ભુદેવોના જય શ્રી રામના નારા સાથે ફિલ્મ જોવા પહોંચ્યા હતાં. કાશ્મીરી પંડિતો થયેલ અત્યાચાર ને ફિલ્મી પરદે રજૂ કરતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ જિલ્લામાં અઠવાડિયા સુધીનું એડવાન્સ બુકીંગ થઈ ચૂક્યું છે. થિયેટરમાં જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. ફિલ્મ જોઇને બહાર આવેલાં ભુદેવોએ તમામ લોકોને આ ફિલ્મ જોવા માટે અનુરોધ પણ કર્યો હતો. આ ફિલ્મમાં અનુપમ ખેરના રોલની પ્રશંસા થઇ રહી છે.
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં વાર્તા ઘણી જ ઇમોશનલ હોવાથી દર્શકોના રૂંવાડા ઊભા થઇ જાય છે. આ ફિલ્મ દર્શકોને પસંદ આવતાં લોકો ઉમટી રહ્યાં છે. ખાસ કરીને કાશ્મીરી પંડિતો પર તૈયાર કરેલી...