કરવડ ગામમાં સરપંચની ચૂંટણીમાં કોંગ્રેસી નેતાની પત્નીએ ભાજપ સમર્થીત સરપંચની પેનલમાંથી સભ્યનું ફોર્મ ભરતા ખળભળાટ
19મી ડિસેમ્બરે રાજ્યની અન્ય ગ્રામ પંચાયતોની જાહેર થયેલી ચૂંટણીમાં વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતમાં પણ સરપંચ અને સભ્યો માટે ચૂંટણી યોજાશે. ત્યારે વાપી તાલુકાના કરવડ ગામે સરપંચ માટે ઉભેલા ભાજપ-કોંગ્રેસ સમર્થીત ઉમેદવારો અને સભ્યોમાં રાજકીય ખળભળાટ સર્જાયો છે. કેમ કે અહીં ભાજપ સમર્થીત સરપંચની પેનલમાં કોંગ્રેસના માજી તાલુકા પંચાયતના સભ્યએ પોતાની પત્નીની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસના યુવા પ્રમુખે પોતાની પત્નીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી છે.
19મી ડિસેમ્બરે વલસાડ જિલ્લામાં 334 ગ્રામ પંચાયત માં સરપંચ અને સભ્ય માટેની ચૂંટણી યોજાશે. વાપીમાં પણ તાલુકાના ગામમાં હાલ સરપંચની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે. ત્યારે કરવડ ગામે ભાજપ-કોંગ્રેસ સમર્થીત ઉમેદવારોએ એકબીજા સાથે મિલીભગત રચી પંચાયત કબ્જે કરવા ઉતરતી કક્ષાનું રાજકારણ શરૂ કર્યું છે.
મળતી વિગત મુજબ કરવડ ગા...