Sunday, December 22News That Matters

Tag: Umargam News The protection wall became a big problem for the fishermen who did not make steps in the protection wall made by arranging big stones on the sea shore of Dehri village

લો બોલો!…દહેરી ગામના દરિયા કિનારે મોટા પથ્થરો ગોઠવી બનાવેલ પ્રોટેક્શન વૉલમાં પગથિયાં નહિ બનાવતા માછીમારો માટે પ્રોટેક્શન વૉલ મહામુસીબત બની…!

Gujarat, National
  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે પ્રોટેક્શન વૉલ મહામુસીબત બની છે. મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી બનાવેલ પ્રોટેક્શન વૉલ માં પગથિયાં જ બનાવવામાં આવ્યા નથી. જેથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારોને દરિયા કિનારે જવા અને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે મહામુસીબત બનેલ પ્રોટેક્શન વૉલ અંગે સ્થાનિક ગામના માછીમાર એવા કૈલાશ માંગેલા, સ્થાનિક પંચાયત વોર્ડના સભ્ય રમેશ માંગેલા, સ્થાનિક અગ્રણીઓએ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, દેહરી ગામે દરિયાઈ પ્રોટેક્શન વૉલ બનાવવા માટે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી દીધા છે. જ્યાં પથ્થરોની આડશ માં પગથિયાં જ બનાવવામાં આવ્યા નથી. ગામના મોટાભાગના લોકોનો વ્યવસાય માછીમારી કરવાનો છે. જે માટે દિવસના કે રાત્રીન...