
નાણામંત્રી બનનાર વલસાડના ચાણક્ય કનુ દેસાઈ અને જીતુ ચૌધરી વિશે આવું કહી રહ્યા છે વાપીના ઉદ્યોગકારો
ગુરુવારે 16મી સપ્ટેમ્બરે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ રાજભવન ખાતે યોજાયો હતો. જે બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે શપથગ્રહણ કર્યા બાદ કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે. જેમાં વલસાડના પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને નાણામંત્રાલય અને પેટ્રોકેમિકલ્સ-ઉર્જાનો હવાલો સોંપાયો હતો. જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા નો હવાલો સોંપાતા વલસાડ જિલ્લા માટે આ દિવસ ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. ત્યારે, આ અંગે વાપીના ઉદ્યોગકારોએ પોતાના મંતવ્યો રજૂ કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
&nbs...