રાષ્ટ્રીય જળ પુરસ્કારોમાં ગુજરાતના આ જિલ્લાને, નગરપાલિકાને, ગામને, ઉદ્યોગને અને સંસ્થાને મળ્યો શ્રેષ્ઠ પુરસ્કાર
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી, ગજેન્દ્ર સિંહ શેખાવતે 7મી જાન્યુઆરી 2022ના ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર- 2020ની જાહેરાત કરી છે. જેમાં બેસ્ટ સ્ટેટ કેટેગરીમાં ઉત્તર પ્રદેશને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું છે. રાજસ્થાનને બીજું અને તમિલનાડુને ત્રીજું ઇનામ મળ્યું હતું. જ્યારે ગુજરાતના વડોદરા જિલ્લાને, વાપી નગરપાલિકાને, કચ્છના કનકપર અને સાબર કાંઠાના તખતગઢ ગ્રામ પંચાયતને, IIT, ગાંધીનગરને, વેલસ્પન ઈન્ડિયા ટેક્સટાઈલ લિમિટેડ, કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ-અમદાવાદ, વિવેકાનંદ સંશોધન અને તાલીમ સંસ્થા-ભાવનગર, અદાણી ફાઉન્ડેશન-ગુજરાતને પણ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પારિતોષિક એનાયત થતા દેશભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે. જો કે ગુજરાતની શાળાઓમાં પાણી બાબતે સંપૂર્ણ ઉદાસીનતા પણ સામે આવી છે.
પાણી એ જીવનનું મૂળ છે. ભારતમાં વર્તમાન પાણીની જરૂરિયાત દર વર્ષે આશરે 1,100 બિલિયન ક્યુબિક મીટર હોવાનો અંદાજ છે, જ...