Friday, January 31News That Matters

Tag: The police investigation is a viral video of April in the name of conversion in Umargam It includes people who have been involved in Christianity for years

ઉમરગામમાં ધર્માંતરણના નામે વાયરલ વીડિઓ એપ્રિલ માસનો, બાપ્તિસ વિધિમાં સામેલ તમામ વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળે છે, પોલીસ તપાસમાં સામે આવ્યું.

ઉમરગામમાં ધર્માંતરણના નામે વાયરલ વીડિઓ એપ્રિલ માસનો, બાપ્તિસ વિધિમાં સામેલ તમામ વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળે છે, પોલીસ તપાસમાં સામે આવ્યું.

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં દરિયા કિનારે મરોલી અને દાંડી નામના ગામ આવેલા છે. આ વિસ્તારમાં દાંડી ગામે આવેલ ચર્ચમાં 7 જેટલા એક જ પરિવારના લોકોને પાણીના કુંડમાં બાપ્તિસ વિધિ કરાવી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો વીડિઓ વાયરલ થયા બાદ ચકચાર મચી હતી. જે અંગે વલસાડ જિલ્લા પોલીસે તપાસ કરતા આ વાયરલ વીડિઓ એપ્રિલ માસનો હોવાનું સામે આવ્યું છે. તેમજ બાપ્તિસ વિધિમાં સામેલ તમામ વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેવી વિગતો જાણવા મળી હતી. ઉમરગામ તાલુકામાં મરોલી-દાંડી જેવા 8 જેટલા ગામ છે. જેમાં બારી સમાજ અને અન્ય સમાજના લોકો વાસવાટ કરે છે. આ સમાજના લોકો હિન્દૂ છે. પરન્તુ હાલમાં આ વિસ્તારના દરેક ગામમાં વર્ષોથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા લોકો વસવાટ કરે છે. દરેક ગામમાં ચર્ચ પણ છે. જેમાં પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જો કે હાલમાં વાયરલ થયેલા વીડિઓ બા...