કોરોના મહામારીમાં ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું
વાપી : - કોરોનાની બીજી લહેરે લાખો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે, ત્યારે આ કપરો સમય ઉદ્યોગકારો માટે પણ કઠિન સમય છે, જો કે તેમ છતાં ગત વર્ષના લોકડાઉનની સરખામણીએ આ વખતે ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. કામદારો વતન પરત ફર્યા નથી . જો કે તેમ છતાં ઉત્પાદનમાં 30 ટકાનો કાપ આવ્યો છે.
વલસાડ જિલ્લામાં વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC અને દમણમાં અનેક નાનામોટા ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારો કામ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. જો કે ગત લોકડાઉનમાં આ તમામ ઉદ્યોગોની માઠી દશા બેઠી હતી. જ્યારે આ વખતે કોરોનાની બીજી લહેરમાં હજુ સુધી ઉદ્યોગો
માટે 30 ટકાથી મોટું નુકસાન થયું નથી. સરકાર પ્રેક્ટિકલ બનશે તો તે પણ દૂર થઈ જશે તેવી આશા ઉદ્યોગકારોએ સેવી છે.
ઉમરગામ GIDC માં રો - મટિરિયલ્સ કે તૈયાર ઉત્પાદન પ્રોડક્ટને લાવવા મુકવામાં કોઈ જ તકલી...