ફરી આરંભે સુરા બની વલસાડ કોંગ્રેસ, વાપી નગરપાલિકા ચૂંટણીમાં સત્તા મેળવવા કારોબારીમાં કારોબાર!
વાપી નગરપાલિકામાં અને ગ્રામ પંચાયતમાં સંભવિત નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીને ધ્યાને રાખી વાપી તાલુકા કોંગ્રેસ સમિતી અને વાપી તાલુકા સમિતી દ્વારા વાપી સ્થિત માધવ હોટેલમાં કોરોબારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર વખતની જેમ આ વખતે પણ આરંભે સુરાની ભૂમિકા મોવડીઓ કાર્યકરો જોવા મળ્યા હતાં.
મીટીંગમાં ચૂંટણીલક્ષી ચર્ચા દરમ્યાન ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવારો અંગે તેમજ જીત અંગે મોવડીઓએ ચર્ચા વિચારણા કરી મહત્વના સૂચનો કર્યા હતાં. બેઠકમાં નગરપાલિકામાં ચુંટણી લડવા 9 જેટલા અને ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડવા 7 જેટલા ઉમેદવારોએ ટિકિટની દાવેદારી પણ કરી દીધી હતી.
વાપી નગરપાલિકામાં હાલ ભાજપનો કબ્જો છે. ગત ચુંટણીમાં વાપી નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસે કારમી હાર સહન કરી વિરોધ વગરની વિરોધપક્ષની ભૂમિકામાં બેસવું પડ્યું હતું. ત્યારે, સંભવિત આગામી ...