વાપીમાં SOG એ 2 રીઢા ચેઇન સ્નેચર સાથે જવેલર્સની ધરપકડ કરી, 6 ચોરીનો ભેદ પણ ઉકેલ્યો
રિપોર્ટ- જાવીદ ખાં
વાપી : - વલસાડ જિલ્લાના વાપીમાં 5 દિવસ અગાઉ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગેલા અને એ ચેઇન વાપીના ડુંગરા ખાતે સોની વેપારીને વેંચવા નીકળેલા 2 રીઢા ચેઇન સ્નેચર અને સોનાની ચેઇન ખરીદનાર સોની સહિત ત્રણેય ઇસમોને વાપીની SOG ની ટીમે દબોચી લીધા છે. પકડાયેલ ઈસમો આ પહેલા પણ 11 જેટલા સ્નેચિંગ અને પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલા રીઢા અપરાધી છે. પોલીસે તેમની પાસેથી 1,64,500 નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે કુલ 6 ચોરીઓનો ભેદ પણ ઉકેલ્યો છે.
વાપીમાં દોઢેક મહિનાથી રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બાઇક પર ફરાર થઈ જતી સ્નેચિંગ ગેંગ સક્રિય થઈ હતી, જેમાં 15મી મેં ના વાપીમાં એક મહિલાના ગળામાંથી પણ સોનાની ચેઇન ખેંચી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે જિલ્લા પોલીસવડાએ અપરાધીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી. જે આધારે SOG ની ટીમને બાતમી મળી હતી કે વાપી નજીક ડુંગરા વિસ્તારના હરિયા પા...