મુંબઈથી અંકલેશ્વર 11.23 લાખનો દારૂ આઈશર ટેમ્પોમાં ભરીને જતા MP ના ડ્રાઇવર-ક્લીનર વાપીમાં ઝડપાયા
વાપી : - વાપી GIDC પોલીસે વાપીમાં ખોડિયાર હોટેલ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર બાતમી આધારે 11.23 લાખના દારૂ ભરેલ 7 લાખના આઈશર ટેમ્પો અને તેના ડ્રાઇવર કલીનરની ધરપકડ કરી કુલ 18,25,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે વાપી DYSP વી. એન. પટેલે વિગતો આપી હતી કે વાપી GIDC પોલીસ સ્ટેશનના PI વી. જી. ભરવાડને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખોડીયાર હોટેલ નજીક મુંબઈ તરફથી એક આઈસર ટેમ્પો દારૂથી ભરાઈને આવી રહ્યો છે. આ ટેમ્પો સુરત-અંકલેશ્વર તરફ જવાનો છે. જે બાતમી આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી MH04 - GR - 8207 નંબરના આઇસર ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરતા ટેમ્પોમાંથી 215 બોક્સ વ્હિશ્કિ, 5358 બીયરના ટીન મળી કુલ 11,23,200 નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોના ડ્રાઈવર ફરીદ મુનશી શાહ અને ક્લીનર મતીન ગુલાબ નબી અન્સારીની ધરપકડ કરી ટેમ્પો સહિત કુલ 18,25,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
...