Friday, December 27News That Matters

Tag: Railway DFCCIL contractor’s negligence claimed the lives of 3 people including mother and son

રેલવેના DFCCILના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ માતા-પુત્ર સહિત 3 લોકોની જિંદગી છીનવી લીધી

રેલવેના DFCCILના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ માતા-પુત્ર સહિત 3 લોકોની જિંદગી છીનવી લીધી

Gujarat, National
રિપોર્ટ - એમ. મીઠાઈવાલા વાપી :- વાપી નજીક બલિઠા ગામે બોમ્બે હોટેલના પાછળના ભાગે રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલ ચેનલમાં 2 બાળકો ન્હાવા પડ્યા હતાં. બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા તેની બુમાબુમ સાંભળી બાળકની માતાએ તેમને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જેમાં ત્રણેય લોકોના ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વાપી નજીક બલિઠા ગામે બોમ્બે રેસ્ટોરન્ટમાં ભંગારની અને પ્લોટની રાખેવાળીનું કામ કરતા બાબુભાઇ રાઠોડ પર આભ તૂટી પડ્યું છે. બાબુભાઇ રાઠોડનો 10વર્ષીય પુત્ર રાજ અને તેની પત્ની શુશીલાનું તેમજ સાળીના 12 વર્ષીય પુત્ર કાર્તિકનું ઘર નજીક રેલવેની હદમાં બનેલ ગટર માટેના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે. ઘટના અંગે વાપી ટાઉન PI બી.જે. સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે બલિઠામાં આ ઘટના રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ક...