દમણમાં PSI અને કોન્સ્ટબેલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ
દમણની પોલીસ પોતાની ફરજ બજાવવામાં અને ગુનેગારોને પકડી કાયદાનો પાઠ ભણાવી ફરિયાદીને ન્યાય અપાવવા માટે જાણીતી છે. ત્યારે, આ સિદ્ધિને બટ્ટો લગાવનાર એક PSI અને કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
સંઘપ્રદેશ દમણના ડાભેલ આટિયાવાડના PSI સ્વાનંદ ઇનામદાર અને કોન્સ્ટબેલ અકીબ ખાનને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગુરૂવારે ઉચ્ચ પોલીસ અધિકારીએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. ઉચ્ચ અધિકારીએ સગીરાના અપહરણ કેસમાં ગુનો નોંધવામાં વધારે સમય લેવા ઉપરાંત પીડિતાના પિતાને ધમકાવવા બદલ બને પોલીસ કર્મચારી સમક્ષ આ કાર્યવાહી કરી હોવાનું ચર્ચાય છે.
દમણ આટિયાવાડની સગીરાને ધર્મેન્દ્ર નામક યુવક ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સગીરાનું આ વિસ્તારમાં જ રહેતા ધર્મેન્દ્ર ગુપ્તા નામનો આરોપી અપહરણ કરીને લઇ ગયો હોવા...