સેલવાસ પોલીસનું ગૌરવ, ગૌરવને 7.280 KG ગાંજા સાથે દબોચી લીધો
સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર ધમધમતો હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. દાદરા નગર હવેલી પોલીસે બાતમી આધારે ગૌરવકુમાર ચંદ્રવીર નામના બિહારી યુવકની ધરપકડ કરી 72,800 ₹નો 7.280 KG ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ અંગે દાદરા નગર હવેલીના જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ વિગતો આપી હતી કે, દાદરા નગર હવેલીમાં ચાલતા નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવાના મિશનમાં સેલવાસ પોલીસને વધુ એક સફળતા મળી છે. દાદરા નગર હવેલીમાં નશીલા પદાર્થોનું વેંચાણ થતું હોવાનું ધ્યાને આવ્યાં બાદ 21મી જૂને સેલવાસના અથોલા ખાતે એક ચાલીમાં રેઇડ કરી ગાંજાનું વેંચાણ કરનારા બિહારના પટનાના રહીશ ગૌરવ કુમાર ચંદ્રવીર નામના આરોપીની ધરપકડ કરી છે. રેઇડ દરમ્યાન પોલીસને 7.280 Kg ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 72,80...