
સેલવાસ પોલીસને જોઈ ભાગ્યા ગાંજાના આરોપીઓ, પોલીસે બંનેને દબોચી લઈ 1095 ગ્રામ ગાંજો જપ્ત કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા
સેલવાસ :- મૂળ મહારાષ્ટ્રિના અને દાદરા નગર હવેલીમાં યુવાનોને ગાંજાના બંધાણી બનાવતા 2 આરોપીઓને સેલવાસ પોલીસે 1095 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંનેના 4 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. પકડાયેલ બંને ઈસમોને પકડતી વખતે પોલીસને ચકમો આપી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે બંને ને ઝડપી લીધા હતાં.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના યુવાવર્ગમાં ગાંજાનો નશો કરવાનું પ્રમાણ વધ્યું હોવાની ફરિયાદ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના DIGP વિક્રમજીત સિંઘને મળી હતી જે બાદ તેમના નિર્દેશ મુજબ સેલવાસ પોલીસ અધિક્ષક હરેશ્વર વી. સ્વામીએ ડ્રગ સપ્લાય કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા એક ટીમ બનાવી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. 31મી મેં ના પોલીસની એક ટીમ પીપરીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આમલી નજીક DN09-H-0013 નંબરની મોટરસાયકલ પર નીકળેલા 2 શંકાસ્પ...