જાણો! વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ICU, વેન્ટિલેટર, ઓક્સિજન બેડની હાલની સ્થિતિ વિશે
રિપોર્ટ :- ટીમ ઔરંગાટાઈમ્સ
વલસાડ જિલ્લામાં શનિવારે આરોગ્ય વિભાગે આપેલી વિગતો મુજબ એક સામટા 103 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે 107 દર્દીઓ નોંધાયા હતાં. 2 દિવસમાં 8 દર્દીઓના મોત નિપજ્યા હતાં. વલસાડ જિલ્લામાં અંદાજિત 42 હોસ્પિટલમાં કોવિડ સેન્ટર હેઠળ સારવાર આપવામાં છે. જો કે એમાંથી માત્ર 12 હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે ઓક્સિજનની સુવિધા છે. જ્યારે બાકીની હોસ્પિટલમાં માત્ર ઓક્સિજન માટે ની સારવાર જ આપવામાં આવે છે. જ્યારે ICU ની સુવિધા ધરાવતી માત્ર 10 હોસ્પિટલ છે.
વાપી :- વલસાડ જિલ્લામાં દરરોજ કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં સારવાર મેળવી સાજા થતા દર્દીઓ સામે મરણાંક દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં કોવિડ સારવાર આપતી માત્ર 42 હોસ્પિટલ છે. જેમાં સરકારી રિપોર્ટ મુજબ 638 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે હકીકતમાં જિલ્લાના કુલ કોવિ...