બ્રાન્ડેડ કંપનીઓની દવાના નામે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેંચતા એકની વાપીમાં ધરપકડ
વાપી :- વાપીમાં જાણીતી જંતુનાશક દવાઓ બનાવતી કંપની ના વિજિલન્સ વિભાગના જનરલ મેનેજરે ગોવિંદા કોમ્પ્લેક્ષમાં નવજ્યોત એગ્રો કેમિકલ એન્ડ ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા ઇસમને અલગ અલગ કંપનીઓની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ સાથે ઝડપી પાડી પોલીસને જાણ કરતા વાપી ટાઉન પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેંચાણ કરતા નવલકિશોર સંપતરાય દૂધેની ધરપકડ કરી જંતુનાશક દવા વેન્ચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
વાપીમાં આવેલ UPL, બાયર તેમજ મુંબઈ સ્થિત FMC, Sygenta જેવી કંપનીઓના ખોટા બેચ નંબર, ટ્રેડ માર્ક લગાવી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ અને બિયારણ વેંચતા ઇસમને 93,070 રૂપિયાની દવા, 10 લાખની કાર મળી કુલ 11,23,070 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે તેમને ડુપ્લીકેટ માલ સપ્લાય કરનાર લખનઉના આર્યન ઉર્ફે અમિત કુમાર માલ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ ઇસમ અંગે વધુ મળત...