વેલેન્ટાઈન ડે ના દિવસે દમણમાં 700 દીકરા-દિકરીઓએ કર્યું માતાપિતાનું પૂજન
રવિવારે દમણના દિલીપ નગર ગ્રાઉન્ડમાં સંત આશારામ બાપુ પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા વેલેન્ટાઈન ડે ની ઉજવણીને બદલે યુવાનો માતા પિતાનું પૂજન કરે તેવા ઉદ્દેશ્યથી માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદેશ્ય વિદેશી સંસ્કૃતિના દુષણનો સનાતન ધર્મમાં થઈ રહેલો પગપેસારો રોકવા માટે દર વર્ષે 14 મી ફેબ્રુઆરીને વેલેન્ટાઈન દિવસ તરીકે નહીં બલ્કે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવાનો સંદેશ આપવાનો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત 700 જેટલા દીકરા દિકરીઓએ તેમના માતાપિતાની આરતી ઉતારી તેમનું પૂજન કરી સનાતન ધર્મની અને સાચા પ્રેમની અભિવ્યક્તિ કરી હતી.
સંત આશારામ બાપુએ તેમના શિષ્યો - સાધકોને 14 મી ફેબ્રુઆરીને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાની શીખ આપી હતી. તેઓ માનતા હતા કે, જો આપણે આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખીશું તો જ વિશ્વગુરુ ના પદ પર બિરાજેલા રહીશું. બાપુના આ સ...