
વલસાડની ઔરંગા નદીના ધસમસતા પ્રવાહનું જળસ્તર વધતા મંદિરમાં ફસાયેલા યુવક-યુવતીનું NDRFની ટીમે કર્યું દિલધડક રેસ્ક્યુ
વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાં આવેલા ધસમસતા પાણીના પ્રવાહને કારણે ઘડોઈ નજીક મંદિરે દર્શન કરવા ગયેલા યુવક-યુવતી ફસાયા હતા. જેને NDRF વડોદરાની 6 બટાલિયનની ટીમે રેસ્ક્યુ કર્યા હતાં. યુવક-યુવતી મંદિર પર દર્શન કરવા ગયા હતા ત્યારે ઔરંગા નદીનો પ્રવાહ વધતા યુવક અને યુવતી ફસાયા હતા. ઘટનાની જાણ થતા તંત્રએ NDRF ટીમને મદદ માટે બોલાવી હતી. NDRFની ટીમે દિલઘડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી યુવક અને યુવતીને બચાવી લઈ હેમખેમ કિનારે લાવ્યાં હતાં.
NDRF ની ટીમ તરફથી અપાયેલ વિગતો મુજબ
વલસાડના ઘડોઈ પાસે આવેલ મંદિરમાં લોકો પગપાળા દર્શન માટે જાય છે. જેમાં આજના વરસાદી માહોલ દરમ્યાન એક યુવક અને યુવતી દર્શન માટે પહોંચ્યા હતા. જે સમય દરમ્યાન ગત રાત્રિથી ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ઔરંગા નદીનું જળસ્તર વધ્યું હતું. જળસ્તર વધતા યુવક-યુવતી મંદિર પર જ ફસાઈ ગયા હતા.
જેની જાણ તંત્રને થતા તંત...