
નરેન્દ્ર મોદી 11-12 માર્ચે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે, RRUના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે, 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચ, 2022ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 11મી માર્ચના રોજ સાંજે 4 વાગ્યે, પ્રધાનમંત્રી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ભાગ લેશે અને સભાને સંબોધશે. પ્રધાનમંત્રી 12મી માર્ચે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. તો, મુખ્ય અતિથિ તરીકે RRUના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સંબોધન પણ કરશે. સાંજે લગભગ 6:30 વાગ્યે, પ્રધાનમંત્રી 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મૂકવાની ઘોષણા કરશે અને આ પ્રસંગે સંબોધન કરશે.
ગુજરાતમાં 33 જિલ્લા પંચાયતો, 248 તાલુકા પંચાયતો અને 14,500 થી વધુ ગ્રામ પંચાયતો સાથે ત્રણ સ્તરીય પંચાયતી રાજ માળખું છે. 'ગુજરાત પંચાયત મહાસંમેલન: આપણું ગામ, આપણું ગૌરવ'માં રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓના 1 લાખથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
 ...