વાપી-વલસાડના ડુંગરી વિસ્તારમાંથી NCB એ 4.5 કિલો MD ડ્રગ્સ, 85 લાખ રોકડ સાથે 2 લોકોની ધરપકડ કરી
વાપી :- વલસાડ જિલ્લાના વાપી વલસાડના ડુંગરી વિસ્તારમાં ગુજરાત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો NCB ની ટીમે રેઇડ કરી હતી. રેઇડમાં 4.5 કિલો MD ડ્રગ્સ, 85 લાખ રોકડ સાથે 2 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત NCB ની ટીમે ડ્રગ સિન્ડિકેટ સામે 20 કલાકથી વધુ સમયનું ઓપરેેેશન હાથ ધરી 'ગુપ્ત સાયકોટ્રોપિક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ'નો પર્દાફાશ કર્યો છે. આ યુનીટમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઉત્પાદન કરી રાજ્ય અને દેશના અલગ અલગ સ્થળોએ સપ્લાય કરવામાં આવતું હોવાના અંદેશા સાથેની અખબારી યાદી NCB એ બહાર પાડી છે.
NCB એ આપેલી વિગતો મુજબ તેમને બાતમી મળી હતી કે વાપી વલસાડના ડુંગરી વિસ્તારમાંથી વાપી-પારડીના રહેણાંક વિસ્તારમાં MD ડ્રગ્સની ડિલિવરી ચાલી રહી છે. જે બાતમી આધારે અધિકારીઓની ટીમે રેઇડ કરી 02 લોકોની ધરપકડ કરી હતી. એમના કબજામાંથી 4.5 KG MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં N...