વાપીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વાપી :- વાપીમાં ચણોદ કોલોની વિસ્તારમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. મૃતક પરિણીતાનો પરિવાર મૂળ કચ્છનો છે. અને વાપીમાં ચણોદના અલકનંદા બિલ્ડીંગમાં રહે છે. જ્યાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં પરિણીતાનો મૃતદેહ મળતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. જ્યારે આ ઘટના અંગે પરિણીતા ના માવતર પક્ષ તરફથી હત્યાની શંકા આધારે વધુ તપાસ હાથ ધરવા ડુંગરા પોલીસમાં રજુઆત કરી છે.
વાપીમાં ગુરુવારે બપોરે 2 વાગ્યા આસપાસ અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે ડુંગરા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કરી વધુ તપાસ માટે મૃતદેહને વાપીના ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિણી...