રાજ્યમાં રાત્રી કરફ્યુ ને બદલે કોવિડ ટેસ્ટ વધારો, વલસાડ કોંગ્રેસ
દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે. ત્યારે ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રાત્રી કરફ્યુ અમલમાં મૂકી જનતાને પરેશાન કરી રહી છે. હકીકતે સરકારે દરેક શહેરમાં વધુમાં વધુ કોવિડ ટેસ્ટ થાય તેવી સુવિધા ઉભી કરવી જોઈએ તેવા આક્ષેપ વલસાડ જિલ્લા કોંગ્રેસે કર્યા છે.
ગુજરાતમાં સતત વધતા કોરોના પોઝિટવ કેસ બાદ સરકારે 27 જેટલા શહેરોમાં રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં મુક્યો છે. ત્યારે આ પ્રકારે પ્રજાને પરેશાન કરવાને બદલે કોવિડ ટેસ્ટ ની સુવિધા વધારવી જોઈએ તેવી માંગ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા છે. કે સરકાર તેમની નિષ્ફળતા છુપાવવા રાત્રી કરફ્યુ લગાવે છે.
વાપીમાં આ અંગે કોંગ્રેસના વાપી શહેર પ્રમુખ નિમેષ વશીએ જણાવ્યું હતું કે, ભારતની જેમ જ ચીન અને અમેરિકામાં કોરોનાના કેસ વધ્યા છે. ત્યાંની સરકારે કરફ્...