GPCB ના અધિકારીઓને ગાળો ભાંડનારી કરવડની માથાભારે ભંગારણે ફરી સળગાવ્યો કેમીકલ વેસ્ટ કચરો!
રિપોર્ટ :- જાવીદ ખાં
વાપી :- વાપી GIDCમાં ભંગારીયાઓ દિવસો દિવસ વધુને વધુ માથાભારે બની રહ્યા છે. અવારનવાર આ નફ્ફટ લોકો નજીવી રકમ માટે આસપાસના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવ્યાં છે. વહીવટીતંત્રએ તેને દૂધ પાઈને સાપોલિયામાંથી સાપ બનાવ્યા અને હવે તે બેફામ હાનિકારક કચરો સળગાવી આ વિસ્તારના પર્યાવરણને, ખેતીની જમીનને, નદીના પીવાલાયક પાણીને અજગરી ભરડો લઈ રહ્યા છે. GPCB ના અધિકારીઓ અને પોલીસને નહિ ગાંઠનારા આ માથાભારે ભંગારીયાઓમાં સામેલ કરવડની ભંગારણ આવી જ હરકતો કરી છેલ્લાં ત્રણ વર્ષથી હાનીકારક medical and chemical wasteને એકઠો કરી તેમાં આગ ચાંપી રહી છે. જેને રોકવા જનારા GPCB ના અધિકારીઓ, પોલીસ અને ગામલોકોને ભૂંડી ગાળો ભાંડી રહી છે. તેમ છતાં તેનું કોઈ કંઈ બગાડી નથી શકતું.
સોમવારે ફરી આ જાગૃતિ ઉર્ફે ટીના નામની ભંગારણે ગામના લોકોને, પોલીસને અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓને દોડ...