વર્ષ 2021માં વલસાડ જિલ્લામાં કાર્યરત 108 સેવાને 31000 થી વધુ ઈમરજન્સીના કોલ મળ્યા
વર્ષ 2021માં વલસાડ જિલ્લામાં કાર્યરત 108 સેવાને 31000 થી વધુ ઈમરજન્સીના કોલ મળ્યા વલસાડ જિલ્લામાં કુલ 24 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેને વર્ષ 2021 માં આશરે 31000 થી પણ વધુ ઈમરજન્સીના કોલ પ્રાપ્ત થયા હતા. જેમા 108 સેવાના કર્મચારીઓ દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કોરોના મહામારીના કપરા સમય દરમ્યાન પણ 108 સેવાના કર્મચારીઓની પ્રસંશનીય કામગીરી રહી છે અને કોરોનાના લક્ષણો ધરાવતા 1600 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2021 મા 108 એમ્બ્યુલન્સમા સૌથી વધુ 9870 જેટલા પ્રસૃતીને લગતા કોલ નોંધાયેલ છે. જો આંકડાવાર માહિતી જોઈએ તો માર્ગ અકસ્માતના 4228 કોલ, પેટમા દુખાવાના 3712 કોલ, શ્વાસની તકલીફ ના 1860 કોલ, તાવના 1388 કોલ, હૃદય રોગને લગતા 686 કોલનો સમાવેશ થાય છે. હાલમા પણ 108 ઈમરજન્સી સેવા દ્વારા દરરોજના રા...